અમદાવાદમાં રૂ.100ની લેતીદેતીમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી

0
175

અમદાવાદ: સરસપુરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ત્રણથી ચાર મિત્રો ભેગા મળી વાસુકી એસ્ટેટમાં દારૂ પીવા બેઠા હતા. દરમિયાન તેઓ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં એક મિત્રે અન્ય મિત્રને છરી મારી દીધી હતી. જેથી ઈજાગ્રસ્ત હોવા છતાં યુવકે તેના મિત્રને પથ્થરથી મોઢું છુંદી હત્યા કરી નાખી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સરસપુરની રામપ્રસાદ મીલની ચાલીમાં રહેતો અશોક સોલંકી અને ધનજીભાઇનો ભત્રિજા દેવજી ડાહ્યાભાઇ મકાવાણા વચ્ચે રૂ.100ની લેતીદેતીમાં કિષ્ણા કોમ્પેલેક્ષ પાસે બોલાચાલી થઇ હતી. દારૂની બોટલ ખરીદી તેના અડધા પૈસા લેવાના હતા. જેની બોલાચાલીમાં દેવજીએ અશોકને આડેધડ છરીઓના ઘા વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. દરમિયાન અશોકે રોડ પર પડેલો પથ્થર લઇને દેવીજી પર મારવાનું શરુ કરી દીધુ હતું. જેથી દેવજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અશોકને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અશોક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here