અમદાવાદમાં લોકો જાહેરમાં શૌચ કરવા જાય છે તો દેશનું પ્રથમ ખુલ્લામાં શૌચ મુક્ત શહેર કેવી રીતે?

0
15

અમદાવાદ: ઓ.ડી.એફ. (ઓપન ડેફિકેશન ફ્રી) એટલે કે, ખુલ્લામાં શૌચ મુક્ત શહેરોમાં દેશનું પ્રથમ શહેર બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને ગુરુવારે ઓડીએફ ડબલ પ્લસનું રેટિંગ અપાયું હતુ. અમદાવાદને 20 દિવસ પહેલાં જ ઓડીએફ પ્લસનું રેટિંગ મળ્યું હતું. ખુલ્લામાં શૌચક્રિયા હજુ પણ અનેક ઠેકાણે યથાવત્ હોવા છતાં અમદાવાદ કોર્પોરેશને આ સ્ટેટસ મેળવ્યું હતું.

કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, શહેરના 900 પૈકી અમે કેન્દ્ર સરકારને 316 સારા અને 136 ખૂબ સારા શૌચાલયની યાદી આપી હતી. નિયમ પ્રમાણે કુલ શૌચાલયમાંથી 25 ટકા બેસ્ટ હોવા જોઇએ. જે પૈકી સરવે કરવા આવેલી ટીમે 40 ટોઇલેટનો સરવે કર્યો હતો. આ ઉપરાંત શહેરની ડ્રેનેજ લાઇન ખુલ્લી ન હોવી જોઇએ તેવો પણ ક્રાઇટેરિયા નક્કી કરાયો હતો. આ બધામાં મ્યુનિ.કોર્પોરેશન સફળ રહ્યું હતુ અને આજે અમદાવાદને ઓડીએફ ડબલ પ્લસનું સ્ટેટસ મળ્યું હતું. જો કે વાસ્તવિક્તા એવી છે કે, ગાંધી આશ્રમથી માંડ 200 મીટર દૂર 2 હજારથી વધુ લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા મજબૂર છે. મ્યુનિ.એ વાડજ પાસે કાચા મકાનોની વસાહત આસપાસ 20 ટોઈલેટ બનાવ્યા છે પરંતુ ત્યાં એટલી હદે ગંદકી છે કે કોઈ અંદર પ્રવેશ કરી શકતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here