અમદાવાદમાં વણિકર ભવનના કબજા મુદ્દે AHP-VHPના કાર્યકરો સામ સામે આવ્યા, પોલીસ દોડી આવી

0
68

અમદાવાદઃ પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવન પર AHP અને VHPના કાર્યકરો સામ સામે આવી ગયા છે. વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા પોલીસ બોલાવવી પડી હતી.

આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ ટ્વિટ કર્યું હતું કે, અમારી એએચપી ગુજરાત અમદાવાદ ઓફિસ પર પોલીસે ગુંડાઓને સાથે લઈ હુમલો કર્યો છે. અમને કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ કોર્ટને પણ માનતા નથી. મારા રૂમ અને બાકીના તાળા તોડીને અમારો સામાન મારો સામાન, મારા ભગવાનની મૂર્તિઓ સડકપર ફેંકી છે. સત્તાના મદમાં ભયંકર દમન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here