Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં વેપારીને મેસેજ કરી રૂ.15 લાખની ખંડણી માંગી
Array

અમદાવાદમાં વેપારીને મેસેજ કરી રૂ.15 લાખની ખંડણી માંગી

અમદાવાદ: જમાલપુરના કાપડના વેપારીને ટેક્સ મેસેજ કરી રૂ. 15 લાખની ખંડણી માંગવામાં આવી છે. 24 કલાકમાં પૈસા આપવાની ધમકી આપવામાં આવતા વેપારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાત્રે બે વાગ્યે મેસેજ કરી ખંડણી માંગી

જમાલપુર વિસ્તારમાં આવેલા રૂપા લુહારની પોળમાં રહેતા અને ચંડોળા પાસે કાપડની દુકાન ધરાવતા યુનુસભાઈ બિરામીવાળા 5 દિવસ પહેલા રાતે તેમના ઘરે સૂતા હતા ત્યારે મોડી રાતે બે વાગ્યે તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે ‘યુનુસ બિરામીવાલા તું મને 15 લાખ રૂપિયા આપી દે નહિ તો તને અમીર યાસરનો ખતરો થઈ શકે છે. તારા પાસે 24 કલાકનો સમય છે’. ખંડણી અંગેનો મેસેજ આવતા વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments