અમદાવાદમાં સરકારી યોજનાના નામે પણ થઇ છેતરપિંડી, ઠગાઈની આવી કહાની મગજ ચકરાવી નાંખશે

0
0
અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો.
અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો.
  • અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો.

અમદાવાદ: છેલ્લા કેટલાય સમયથી હવે અમદાવાદ શહેરમાં છેતરપીંડી ના કિસ્સા વધી રહ્યા છે. ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા પેતરા અપનાવીને ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને ફોન આવ્યો હતો અને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે આ ફોન આવ્યો હતો. યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાનો ફોન આવતા જ ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવીને 1.98 લાખ રૂપિયા સેરવી લીધા હતા.

સોલામાં ગણેશધામ બંગલોમાં રહેતા જીકેન પટેલ કાપડનો શો રૂમ ધરાવી બિઝનેસ કરે છે. ગત 25મીએ તેઓને એક અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું કે, હું સુરેશ પટેલ બોલું છું, તમે પૂજન સિલેક્શનમાંથી બોલો છો? આમ કહી ફોન કરનારે પોતે પ્રધાનમંત્રી સિવણ કલાસીસ તાલીમ કેન્દ્રમાંથી બોલે છે અને જીકેન ભાઈને મશીન, પ્રમાણપત્ર અને 1800 રૂપિયા લાગ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વોટ્સએપ નંબર પર જીકેનભાઈને ફોટો મોકલી આપતા તેઓ આ જાળમાં ફસાયા હતા.

બાદમાં ફોન કરનારે કહ્યું કે, આ બધુ મેળવવા માટે કાલુપુર બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. જેથી જીકેન ભાઈ પાસે પાસબુકના પહેલા પેજનો ફોટો, આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. જીકેન ભાઈએ તે બધું મોકલાવી દીધું હતું. બાદમાં સામે વાળા ઠગ શખશે ઓટીપી આવશે તેમ કહી જીકેનભાઈ અને તેમના પરિવારના અન્ય એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 1.98 લાખ રૂપિયા સેરવી લીધા હતા.

સમગ્ર બાબતમાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા જ તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જીકેનભાઈએ આ બધા પુરાવા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.