અમદાવાદમાં સુરેન્દ્રનગરના દલિત વરરાજાનો હાથીની અંબાડી પર વરઘોડો

0
58

સુરેન્દ્રનગર: દલિત યુવાનનો હાથીની અંબાડી પર બાબા સાહેબના ફોટા સાથે અમદાવાદમાં વરઘોડો નીકળ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા અને વાપીમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રમેશભાઇ દેવજીભાઇ મકવાણાના પુત્ર વિશાલનું સગપણ અમદાવાદના બહેરામપુરામાં રહેતા રમેશભાઇ ચાવડાની પુત્રી રિંકુ સાથે થયું હતું. તા. 16ના રોજ લગ્નના દિવસે અમદાવાદ મધ્યમાં હાથીની અંબાડી પર બાબા સાહેબના ફોટા સાથે વિશાલનો વરઘોડો નીકળ્યો હતો. હાથીની અંબાડી પર નીકળેલા વરઘોડાને જોવા મેટ્રોસિટીના શહેરીજનો બે મિનિટ થોભી જતા હતા. અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં નીકળેલી હાથીની અંબાડી પરના વરઘોડાને લોકોએ સાથ સહકારથી વધાવી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here