અમદાવાદમાં 1 મોતઃ રાજકોટમાં 33 કેસ અને 4 લોકોના મોત, આ છે સ્વાઈન ફ્લૂ

0
19

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધેડનું સ્વાઇનફલૂથી મોત થયું હતું. સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. રિપોર્ટમાં સ્વાઇન ફલૂ શંકાસ્પદ આવતા પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. મોતના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

તો આ તરફ રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળ્યો હતો. આજે સ્વાઇન ફ્લૂના વધુ 6 દર્દીના પોઝિટીવ રિપોર્ટ નોંધાયા હતા. હાલ તમામ દર્દીઓ રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા 13 દિવસમાં 33 લોકો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અને 4 લોકો મોતને ભેટ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here