Monday, October 25, 2021
Homeઅમદાવાદમાં 37 સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 97 કેસ, 3 મોત
Array

અમદાવાદમાં 37 સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 97 કેસ, 3 મોત

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્વાઇન ફ્લૂના રવિવારે 97 કેસ નોંધાયા હતા અને ત્રણના મોત થયાં હતાં. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 37 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હજુ 603 દર્દી સારવાર હેઠળ
વડોદરા શહેરમાં આઠ, સુરત શહેરમાં છ, કચ્છ અને મહેસાણામાં ચાર, ચાર કેસ, રાજકોટ શહેર, ભાવનગર ગ્રામ્ય, અમરેલી, બનાસકાંઠા, પાટણ અને પોરબંદરમાં ત્રણ ત્રણ કેસ નોંધાયા હતા.
ભાવનગર શહેર, સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ, ગાંધીનગર શહેર, ખેડામાં બે-બે કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, બોટાદ, જૂનાગઢ શહેર,અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ગીર સોમનાથમાં એક એક નોંધાયા હતા.
રાજ્યમાં જાન્યુઆરી-2019થી અત્યાર સુધીમાં કુલ 1217 કેસ નોંધાયા હતા, જ્યારે હાલમાં 603 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ સહિત રાજ્યભરમાં 94 કેસ નોંધાયા હતા અને ત્રણ દર્દીના મૃત્યુ થયા હતા.
સ્વાઈન ફ્લૂ અંગે હાઇકોર્ટમાં ચાલી રહેલી પિટિશનની સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂ અંગે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે સહિતનો રિપોર્ટ મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments