Wednesday, December 8, 2021
Homeઅમદાવાદમાં 4 વર્ષના બાળકને LED બલ્બ શ્વાસનળીમાં ફસાયો, સિવિલમાં 1.5 કલાક ઓપરેશન...
Array

અમદાવાદમાં 4 વર્ષના બાળકને LED બલ્બ શ્વાસનળીમાં ફસાયો, સિવિલમાં 1.5 કલાક ઓપરેશન ચાલ્યું

અમદાવાદ:  સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જરી વિભાગના સર્જનની ટીમે દોઢ કલાકની વીડિયો બ્રોન્કોસ્કોપી પ્રોસિજર કરીને 4 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી એલઇડી બલ્બ કાઢીને બાળકનાં ફેફસાંને બચાવ્યું છે.

લાંબે ગાળે ફેફસું નકામું થઇ શકે

ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, શ્વાસનળી છાતીમાં જઇને જમણા અને ડાબા ફેફસાની નળી સાથે જોડાય છે. જયારે કોઇ વસ્તુ શ્વાસનળીમાંથી ખસીને ફેફસાની ડાબા-જમણી નળી સુધી પહોંચી ગયેલી વસ્તુ ન કઢાય તો તો બાળકને શ્વાસોશ્વાસમાં તકલીફ અને લાંબેગાળે ફેફસું નકામુ થઇ શકે છે.

બલ્બ કાઢ્યો હોવાનો પ્રથમ કિસ્સો

સિવિલ હોસ્પિટલમાં બાળકની શ્વાસનળી-અન્નનળીમાંથી સિંગ-ચણા કે કઠોળનો દાણો કાઢીએ છીએ પણ એલઇડી બલ્બ કાઢ્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે.

માતા-પિતા પણ અજાણ હતા

માતા-પિતાને એ ખબર જ ન હતી કે તેમનું બાળક એલઇડી બલ્બ ગળી ગયું છે. બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને વારંવાર મોઢામાં હાથ નાંખતા કોઇ વસ્તુ ગળી ગયાનું લાગતું હતું. ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ ચેકઅપ માટે લઈ ગયા જ્યાં ખબર પડી કે તે બલ્બ ગળી ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments