Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં 400 કરોડનું બિલીંગ કૌભાંડ, વેપારીએ નગ્ન કરી માર માર્યોની કરી ફરિયાદ
Array

અમદાવાદમાં 400 કરોડનું બિલીંગ કૌભાંડ, વેપારીએ નગ્ન કરી માર માર્યોની કરી ફરિયાદ

માલના ખરીદ-વેંચાણના 400 કરોડના બોગસ બિલીંગ  બનાવી 70 કરોડની ખોટી ક્રેડિટ મેળવવાના મામલે ડીજીજીઆઇ (ઇન્ટેલીજન્ટ વીંગ સીબીઆઇસી) અમદાવાદ ઝોનએ શાહીબાગના ત્રણ માસ્ટર માઇન્ડ વેપારીઓની ધરપકડ કરી છે. ડીજીજીઆઇએ પકડેલા વેપારીઓમાં બાદલ શંભુભાઇ શાહ, મિતેશ રોશનલાલ શાહ, અને મિતેશ અશ્વિનભાઇ પટેલને આ મસમોટા રેકેટને લઇ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા.

વેપારીઓએ 20થી વધુ કંપનીઓમાં 400 કરોડના બોગસ બીલો બનાવ્યા

ડીજીજીઆઇના અધિકારીઓએ મિતેશ શાહને નગ્ન કરીને માર માર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ આ આખા રેકેટમાં તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે આ વેપારીઓએ 20થી વધુ કંપનીઓમાં 400 કરોડના બોગસ બીલો બનાવ્યા છે. જેમાં હજું અન્ય એક ડઝનથી વધુ વેપારીઓ રડારમાં છે.  જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કપટપુર્ણ ગેરલાભ મેળવનારી  ખાનગી માહીતી ડીજીજીઆઇને મળી હતી. જેના આધારે ધંધાના 14 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આખુ રેકેટ એક ચેઇન મારફતે આચરવામાં આવતુ હતું

અધિકારીઓએ સાગમેટે કરેલી તપાસમાં 100 કરોડના નકલી ઇનવોઇસ મળી આવ્યા હતા. જેમાં 70 કરોડની કરચોરી કરી કરી હોવાનું બહાર આવતા ત્રણ વેપારીઓની સઘન પુછપરછ કરવામાં આવી હતી.  આ રેકેટમાં સામેલ મુખ્ય લોકોની ઓળખ થઇ શકી નથી. પરંતુ કપટપુર્ણ આઇટીસીના અંતિમ લાભની પણ ઓળખ કરવામાં આવી છે જેમાં આખુ રેકેટ એક ચેઇન મારફતે આચરવામાં આવતુ હતું. મેસર્સ અરિહંત મેટલ કંપની, શ્રીઅમ રજત મેટલ કોર્પોરેશન, એમ એસ નંદેશ્વરી સ્ટીલ લિમીટેડ,સહિત ત્રણ કંપનીઓના નામ ખુલ્યા છે.  અધિકારીઓને શંભુભાઇ શાહ, મિતેશભાઇ શાહ, અને મિતેશ અશ્વિનભાઇ પટેલ પાસેથી દસ્તાવેજો ઉપરાંત બોગસ બીલ બુકો મળી આવી છે. આ મસમોટા કૌભાંડમાં 25થી વધુ કંપનીઓ સંડોવાયેલી છે. છેલ્લા ઘણા વખતથી આ ચેઇન મારફતે ઇનપુટ ટેક્સ ક્રેડીટના કૌભાંડ હેઠળ બોગસ વ્યવહારો કરી સરકારને કરોડો રૂપિયાની કરચોરી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments