અમદાવાદમાં 99,555 નવા મતદારો ઉમેરાયા, થર્ડ જેન્ડરના કુલ 139 મતદારો નોંઘાયા

0
45

અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા 31-01-2019 સુધીની બનેલી ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદની કુલ 21 વિધાનસભા મતવિસ્તારમાં છેલ્લા 5 મહિનામાં 99,555 નવા મતદારોનો ઉમેરો થયો છે. જેમાં ત્રીજી જાતિના કુલ 139 મતદારો નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 54,30,908 મતદારો થયા છે.

નરોડામાં થર્ડ જેન્ડર મતદારો સૌથી વધુ

અમદાવાદની 21 વિધાનસભા મતવિસ્તારમાં 25,91,222 સ્ત્રી મતદારો અને 28,29,556 પુરૂષ મતદારો નોંધાયા છે. તદઉપરાંત 139 ત્રીજી જાતિના મતદારો પણ નોંધાયા છે. જેમાં નરોડામાં સૌથી વધુ 24 ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે.

વટવામાં 12810 નવા મતદારો ઉમેરાયા

ઘાટલોડિયા વિધાનસામાં 3,69,566 મતદારો નોંધાયા છે કુલ મતદારોની સંખ્યામા સૌથી વધુ છે. તેમજ કુલ મતદારોની સંખ્યામાં સૌથી ઓછા મતદારો બાપુનગર વિધાનસભામાં 1,94,324 મતદારો નોંઘાયા છે. તો વટવા વિધાનસભામાં 12,810 નવા મતદારો સાથે કુલ 3,30,153 મતદારો નોંધાયા છે.

યાદીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા
વિધાનસભા મતદારો
ઘાટલોડિયા 369566
વેજલપુર 338170
વટવા 330153
દસક્રોઈ 327456
વિરમગામ 278753
અમરાઈવાડી 275060
નરોડા 271796
મણિનગર 256558
સાબરમતી 255884
સાણંદ 252383
એલિસબ્રિજ 250236
ધંધૂકા 249736
દાણીલીમડા 237545
ધોળકા 236063
નિકોલ 236022
નારણપુરા 235269
ઠક્કરનગર 227934
અસારવા 206243
ખાડિયા 202604
દરિયાપુર 199153
બાપુનગર 194324
કુલ 5430908

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here