અમદાવાદમાં ATMમાં ટેમ્પરીગ કરી દસ લોકોની ગેંગે 22 લાખ ઉપાડી લીધા

0
30

અમદાવાદ: શહેરની યુનિયન બેન્કના અલગ અલગ ATMમાં ટેમ્પરીંગ કરી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરવામાં આવી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદના 30 જેટલા ATMમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા છે. આઠથી દસ લોકોની ગેગ દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આશ્રમ રોડ પર આવેલી યુનિયન બેકના કર્મચારીઓએ ATMમાં જમા કરેલા અને ઉપાડેલા પૈસાનો હિસાબ કરતા ગડબડ જણાઈ હતી. બાદમાં રિઝનલ ઓફિસ તરફથી તમામ બ્રાન્ચના ATM મશીનની તપાસ કરવાનું કહેતા તમામ ATMમાંથી 15 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર 2018 સુધીમાં કુલ રૂ. 22 લાખ ઓછા જણાયા હતા. સીસીટીવી ફુટેજની તપાસ કરતા આઠથી દસ લોકોની ચાર જેટલી ટીમોએ અલગ અલગ ATMમાં જઈ પૈસા ઊપાડ્યા હતાં.

ગેંગની ટીમના સભ્યો ATMમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાની પ્રોસીઝર કરતા હતા. પૈસા જેવા બહાર આવે ત્યારે પૈસા મશીનમાં રાખી પાછળથી વાયર કાઢી લેતા હતા. પૈસા લઈ લીધા બાદ વાયર ફરી લગાવી દેતાં હતા. જેથી જે પૈસા ઉપડયા હોય તે ડેબિટ થતા ન હતા. બાદમાં જે બેંકનું ATM હોય તે બેકમાં જઈ યુનિયન બેકમાં પૈસા નથી ઉપડ્યા તેમ કહી તેમના ખાતામાં પૈસા જમા કરાવડાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here