અમદાવાદમાં FB પર શહીદ જવાનો અંગે વાંધાજનક પોસ્ટ મૂકનારા યુવકની ધરપકડ

0
57

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામાં 40 જવાનો શહીદ થયા બાદ ફેસબુક ઉપર હિન્દીમાં ‘કાશ્મીરીયો કો ગુલામ બનાયે રખનેકી કુછ તો કિંમત ચુકાની હી પડેગી ન ’ જેવા વાંધાજનક લખાણની પોસ્ટ  મૂકનારા ફાર્માસિસ્ટ વિજય પટેલની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. વિજયનું એવું માનવું છે કે આપણા માટે જે આતંકવાદી છે તે અલગતાવાદી કાશ્મીરીઓ માટે શહીદ છે અને જે આપણા માટે શહીદ છે તે તેમના માટે આતંકવાદી છે. આમ હુમલામાં જે આતંકવાદી માર્યા ગયા છે તેમને શહીદ ગણાવીને પોસ્ટ કરી હતી.

વિજયની પ્રોફાઈલ પર વાંધાજનક લખાણ હતું
પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના સમર્થનમાં દેશવાસીઓએ સોશિયલ મિડીયા ઉપર અસંખ્ય પોસ્ટ મૂકી હતી. પરંતુ આવી પોસ્ટમાં કોઇ પણ વ્યકિત વાંધાજનક કે કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ લખે નહીં તે માટે સાઈબર ક્રાઈમની જુદી જુદી ટીમોએ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખી હતી. દરમિયાનમાં ફેસબુક ઉપર વિજયની પ્રોફાઈલ પર વાંધાજનક લખાણ હતું.
હિન્દીમાં લખવામાં આવ્યું હતું કે ‘કાશ્મીરીયો કો ગુલામ બનાયે રખને કી કુછ તો કિમત ચુકાની હી પડેગી ના’. જ્યારે બીજી પોસ્ટમાં ‘વિરોધ પ્રદર્શન કર રહી ભીડ પે અચાનક સુરક્ષા કર્મિંયા તૂટ પડે, થોડી હી દેર મેં ભીડ બીખર ગઇ લેકિન કુછ લાશે જમીન પે પડી રહી, ઔર ઉનકે સુરક્ષા કર્મીઓ સે બદલા લેને કી ઠાન લી….અપના સંગઠન બનાયા, હિથાયર ઉઠા લિએ ઔર એક દિન મૌકા દેખકર સુરક્ષા કર્મી કે એક અધિકારી કો ઉઠા દિયા…યે ઘટના 1947 કે પહેલી ભી ઘટી થી ઔર ઉનકે બાદ ભી ફરક બસ ઈતના હૈ કી 1947 સે પહેલે યે ‘ઉડા દેને વાલે લોગ ક્રાંતિકારી કહલાતે થે ઔર 1947 કે બાદ ઈન્હેં આતંકી કહા જાતા હૈ’
આ પોસ્ટ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો અને તપાસ પીઆઈ વી.બી.બારડે શરૂ કરી હતી. તપાસ પછી પોલીસ ચાંદખેડા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા વિજય પટેલ(39) સુધી પહોંચી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી પૂછપરછ કરતાં તે ફેસબુક એકાઉન્ટ તેનું જ હોવાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here