Tuesday, December 7, 2021
Homeઅમદાવાદીઓ માટે મેટ્રો તૈયાર, વસ્ત્રાલથી એપરલ પાર્કના 900 મીટરમાં ટ્રાયલ રન પૂર્ણ
Array

અમદાવાદીઓ માટે મેટ્રો તૈયાર, વસ્ત્રાલથી એપરલ પાર્કના 900 મીટરમાં ટ્રાયલ રન પૂર્ણ

અમદાવાદ: પ્રથમ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના 6 કિલોમીટરના મુખ્ય ટ્રેકને બદલે માત્ર એપરલ પાર્કની અંદરના 900 મીટરની લંબાઈના ટેસ્ટ ટ્રેક પર ગુરુવારે કરી દેવાયો હતો. હજુ પણ ટ્રેકની સલામતી વ્યવસ્થાની પૂર્ણ ખરાઈ થઈ નથી. આગામી 15 તારીખ સુધીમાં નિષ્ણાતો દ્વારા ખરાઈ થયા બાદ જ મુખ્ય ટ્રેક પર મેટ્રો દોડાવાશે. ડિસેમ્બર સુધીમાં શહેરમાં પણ મેટ્રો દોડતી થશે.

બીજી મેટ્રો 9 ફેબ્રુઆરી સુધીમાં આવી જશે

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી મેટ્રો ટ્રેન એપરલ પાર્ક ડેપો ખાતે 1 જાન્યુઆરીએ લાવવામાં આવી હતી. જેની ટેક્નિકલ અને સલામતી સહિતના તમામ પ્રકારના પરીક્ષણો અને ચકાસણી છેલ્લા 1 મહિનાથી ચાલતી હતી. આ ચકાસણી પૂરી થતાં મેટ્રો ટ્રેનનો ટેસ્ટ રન એપેરલ પાર્ક ડેપોની અંદર જ કરવામાં આવ્યો હતો. બીજી મેટ્રો ટ્રેન 9 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે. લખનઉ તથા કમિશનર ઓફ રેલવે સેફ્ટી તમામ પ્રકારના સ્ટેટ્યુટરી ઈન્સ્પેકશન ફેબ્રુઆરી સુધીમાં પૂરા કરશે તેવો દાવો મેટ્રોના સત્તાવાળાઓએ કર્યો છે. તમામ પ્રકારની ચકાસણી પૂરી થયા પછી માર્ચના પ્રથમ સપ્તાહમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રોની સાડા 6 કિલોમીટરની યાત્રાનો લાભ મળવાની શક્યતા છે.

માર્ચમાં મેટ્રો દોડતી થઈ જશે

કમિશનર ઓફ રેલવે સેફ્ટી તેમજ આરડીએસઓ લખનઉ માર્ચમાં મેટ્રો કોમર્શિયલ ધોરણે દોડાવવામાં આવે તે પહેલાં તમામ પ્રકારના સ્ટેટ્યુટરી ઈન્સ્પેકશન ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરા કરી લીલીઝંડી આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments