અમદાવાદ : અમેરિકાના નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, મહિલા સહિત ત્રણની ધરપકડ

0
52

અમદાવાદ: હાટકેશ્વરમાંથી અમેરિકાના નાગરિકોની સાથે છેતરપિંડી આચરતા કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કોલ સેન્ટરમાં લોન અને વેરિફિકેશનના બહાને ફોન કરીને છેતરપિંડી આચરતા હતાં.

ખોખરા પોલીસે બાતમીના આધારે હાટકેશ્વર ભાગ્યોદયનગરમાં આવેલ મકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા વિનય મકવાણા, હિરેન દેસાઈ અને સૂચિતા શુકલાની ધરપકડ કરી હતી. મેજીક જેક ડિવાઇસ દ્વારા તેઓ અમેરિકાના નાગરિકોને કોલ કરતા હતા. લોન આપવાની લાલચ આપી વેરિફિકેશન ફી, એગ્રીમેન્ટ ફીના બહાને પૈસા પડાવતા હતા. ડોલર આઈટયૂન્સ મારફતે તેમજ મનીગ્રામ મારફતે મેળવતા હતા. પોલીસે 3 લેપટોપ, 3 કોમ્પ્યુટર સેટ, મેજીક જેક, 10 ડેબિટ કાર્ડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here