Friday, December 3, 2021
Homeઅમદાવાદ : અલ્પેશની જેલમુક્તિ માટે ધરણાં પર બેઠા પાટીદારો, પુલવામા આંતકી હુમલાના...
Array

અમદાવાદ : અલ્પેશની જેલમુક્તિ માટે ધરણાં પર બેઠા પાટીદારો, પુલવામા આંતકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ: સુરત પાસ કન્વીનર રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે. તેની જેલમુક્તિ માટે પાટીદાર નેતાઓ ધરણાં પર બેઠા છે. જેમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાસ, એસપીજી અને પાટીદાર સમાજનું આયોજન
ગાંધી આશ્રમ પાસેના બત્રીસી હોલ ખાતે ધરણાં યોજાઈ રહ્યા છે. જે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ), સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) અને સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ કર્યા હતા.
આંદોલનકારીઓ જોડાયા
પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણિયા,  દિલીપ સાંબવા, અતુલ પટેલ સહિતના આંદોલનકારીઓ ધરણાં પર બેઠા છે.
કંઈ માંગણીઓ છે
શહીદોના પરિવારને નોકરી અને ઘાયલ પરિવારોનો સહાય આપો
પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પરત ખેંચો
અલ્પેશ કથીરિયાને કાયદાકીય આંટાઘૂંટીમાં ફસાવ્યા વગર જામીન આપવા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments