અમદાવાદ : અહેમદ પટેલના કહેવાથી બધા MLAને રાજુ પરમારે રૂ.1-1 લાખ આપ્યા હતા

0
36

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં પોતાને મત આપવા અહેમદ પટેલે મને ધારાસભ્યની ટિકિટ, ખર્ચનું પ્રલોભન આપ્યું હતું. અહેમદ પટેલના કહેવાથી તમામ ધારાસભ્યોને રાજુ પરમારે રૂ.1-1 લાખ આપ્યા હતા. રાજુ પરમારે ધારાસભ્યોને રૂપિયાની લ્હાણી કરાવવાની જવાબદારી નિભાવી હોવાથી તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવ્યાની જુબાની સાંણદના પૂર્વ ધારાસભ્ય કરમશીભાઇએ હાઇકોર્ટમાં આપી હતી.રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી રિટમાં તેમણે સોગંદનામું કરી જણાવેલું કે, અહેમદ પટેલને ફર્સ્ટ પ્રેફરન્સ વોટ આપવા કોંગ્રેસના ધારાસભ્યો ને મોટી બેગ અપાઇ હતી. અને રૂ.1-1 લાખના કવર આપેલા જે મેં અને બાબુભાઇ વાંઝાએ લીધા નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here