અમદાવાદ : આગમાં 100 લોકો ફસાયા પણ મેયર ગુમ રહ્યા, ભાજપના નેતાઓ પણ ફરક્યા નહીં, પ્રજામાં રોષ

0
35

અમદાવાદઃ શહેરના પોશ ગણાતા પ્રહલાદ નગર વિસ્તારમાં બનેલી આગની ગંભીર ઘટનામાં 100થી વધુ લોકો ફસાયા હતા અને સમગ્ર અમદાવાદ શહેરમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા ભાજપના મેયર બિજલ પટેલ ગુમ થઈ ગયા હતા. માત્ર એટલું જ નહીં, ભાજપના નેતાઓ તો ઠીક સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે ફરક્યા નહોતા. આ સમયે મેયર તો ભાજપના મેનિફેસ્ટોનું સોશિયલ મીડીયામાં પ્રમોશન કરવામાં વ્યસ્ત હતા.

શહેરને સ્વચ્છ, સ્માર્ટ અને હેરિટેજસિટીના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતા સત્તાધીશો ગંભીર ઘટનામાં ગુમ થઈ રહ્યા છે. જેના કારણે શહેરની જનતામાં પણ ભાજપના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા મહિનાથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટેક્સ બિલ મામલે આડેધડ દુકાનો અને મકાનો સીલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના દબાણો તોડી પાડવાની ઝૂંબેશો કરવામાં આવે છે, પરંતુ શહેરની જનતાની સુરક્ષા માટે ફાયર સેફ્ટી મુદ્દે એએમસી અને ફાયર બ્રિગેડ સદંતર નિષ્ફળ ગયું હોવાની લોક લાગણી પ્રવર્તી રહી છે.

8 એપ્રિલના રોજ આનંદનગર ચાર રસ્તા ખાતેના દેવ ઓરમ બિલ્ડિંગની ઈલેક્ટ્રિક ડક્ટમાં ઓવરલોડિંગથી આગ લાગી હતી. આ આગને પગલે ત્રણ લોકો બેભાન થયા હતા, જેમાં એકની હાલત ગંભીર હતી. જ્યારે 100 લોકોને બચાવી લેવાયા હતા. બે કલાકથી વધુની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here