અમદાવાદ : આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે, બન્ને કાર્યકર બનીને કામ કરવા તૈયાર

0
0

અમદાવાદઃ છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા પણ સમર્થકો સાથે સાંજે 4 વાગ્યે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભાજપમાં જોડાશે. જેને પગલે સમર્થકોને બપોરના 2થી 3 વાગ્યા વચ્ચે ‘કમલમ’ પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.

આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. અલ્પેશ ઠાકોરની સાથે તેનો ઝભ્ભો પકડીને ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here