અમદાવાદ : આદીવાસી સમુહ લગ્નમાં નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા તે પહેલા પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

0
47

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં આજે આદીવાસી સમાજના સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડે તે પહેલા પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

લગ્ન મંડપમાં બેનર: દેશની રક્ષા માટે કાશ્મીરમાં ફરજ પરના સીઆરપીએફ જવાનોને પુલવામામાં આત્મઘાતીએ હુમલામાં કરતાં શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા સમુહ લગ્નમાં લગ્નમંડપમાં યુગલો બેનરો રાખીને સપ્તપદીના ફેરા કર્યા હતા.

મહેમાનો: આદીવાસી ભીલ પંચાયત ટ્રસ્ટ 14 ગામના ચોથા સમુહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. તેમાં એડિશનલ ચીફ સિવિલ ડિફેન્સ મહિલા વિંગના રંજિતા કૌરની સાથે કોર્પોરેટર અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here