અમદાવાદ : આધેડના મોત બાદ રખડતા ઢોર મામલે મેયરનું મહત્વનું નિવેદન

0
124

અમદાવાદ રખડાતા ઢોરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. 2 દિવસ પહેલા વિનોબાભાવે નગરમાં ઢોરે આધેડને ફંગોળતા આધેડનુ મોત થયુ હતું. આધેડના મોત બાદ AMC હરકતમાં આવ્યુ છે.

આ મામલે અમદાવાદના મેયર બિજલ પટેલે નિવેદન આપ્યુ છે કે, રખડતા ઢોર મામલે અંકુશ લાવવામાં આવશે. જો ત્યાર બાદ પણ કોઈ માલિકો દ્વારા ઢોર પર જાહેરમાં અંકુશ ન લવાશે તો, ઢોર માલિકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

વિનોબાભાવેનગરમાં 62 વર્ષના વરૂધને ગાયે લિધા અડફેટે
અમદાવાદમાં આજે પણ રખડતા ઢોરનો તાત્ર યથાવત છે. વિનોબાભાવેનગરમાં 62 વર્ષના વૃદ્ધને ગાયે અડફેટે લિધા હતા. ગાયને અડફેટે આવતા વૃદ્ધને ગભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ધાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યો હતા.

પરંતુ આ સમસ્યા સમગ્ર રાજ્યમાં છે ત્યારે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ત્યારે શું તંત્ર દ્વારા અન્ય જગ્યાઓ પર પણ આ પ્રકારે નિર્ણયો લેવામાં આવશે?

થોડા સમય અગાઉ ગીર સોમનાથના ઉનામાં જાહેર રસ્તા પર રખડતા આખલા બાખડ્યા હતા. ઉના-દીવ રોડ પર ટાવર ચોક નજીક 3 આખલાનું યુદ્ધ થયું હતું. જેમાં આખલા રોડ વચ્ચે બાખડતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ભરૂચમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ
ત્યારે ભરૂચના સ્ટેશન રોડ નજીક જાહેર રસ્તા પર બે આખલાની લડાઈ જોવા મળી હતી. રોડ પરના વાહનચાલકોને પણ આખલાઓએ અડફેટે લીધા હતા. આખલાઓએ રોડ પરના લારી-ગલ્લાઓને પણ નુકશાન કર્યું હતું. આખલાએ એક મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

બે આખલા લડતા લડતા રીક્ષામાં ફસાયા
કચ્છના ભુજ શહેરમાં હવે રસ્તાની વચ્ચે બે આખલા લડ્યા હતા. આ દરમિયાન તેઓ રીક્ષાની અંદર ફસાયા હતા. મહત્વનુ છે કે, નગરપાલિકા દ્વારા ઢોરને પકડવા માટે કામગીરી કરવામાં આવે છે. રસ્તા પર ફરતા ઢોરને પકડવાની નગરપાલિકીની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે.

વેપારીઓએ પાણી છાંટી, લાકડીઓ ફટકારી આખલાને છૂટાં
રાજકોટના જેતપુરમાં મુખ્ય બજાર એવાં એમ.જી.રોડ પર આખલાની લડાઈ જોવા મળી હતી. વેપારીઓએ પાણી છાંટી, લાકડીઓ ફટકારી આખલાને છૂટાં પાડવાની કોશિશ કરી હતી.

સુરતમાં મોડીરાતે ઢોરપાર્ટી પર હુમલો
સુરતમાં વરાછા વિસ્તારમાં જ્યારે રખડતા ઢોરને પકડવા માટે કર્મચારીઓ પહોંચ્યા તો પશુપાલકો હુમલો કર્યો હતો. સાથે જ SRPના જવાનો સાથે પણ મારામારી કરી હતી. જેમાં એક જવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે એક સ્થાનિકને પણ ઈજા પહોંચી હતી. જોકે ત્યાર બાદ આ બંનેને સારવાર અર્થે સખેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here