અમદાવાદ : આધેડે ઘરમાં ઘુસી ગર્ભવતી યુવતીને બાથમાં ભીડી કિસ કરવા લાગ્યો

0
68

મહિલાઓને રસ્તે જતાં અથવા એકલી જોઈ યુવાનો તેમની છેડતી કરતા હોય છે ત્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં ગર્ભવતી પ‌િરણીત યુવતી ઘરે એકલી હતી તે દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને બાથમાં ભીડી લેતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

શહેરમાં દિન-પ્રતિદિન યુવતીઓ અને મહિલાઓ અસુરક્ષિત બનતી જાય છે. મહિલાઓને રસ્તે જતાં અથવા એકલી જોઈ યુવાનો તેમની છેડતી કરતા હોય છે ત્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં ગર્ભવતી પ‌િરણીત યુવતી ઘરે એકલી હતી તે દરમિયાન એક યુવકે ઘરમાં ઘૂસીને બાથમાં ભીડી લેતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ આવેલા એક ફ્લેટમાં પરિણીત યુવતી અને તેમના પતિ ઇસ્કોન મંદિરની સામે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈ કાલે પ‌િરણીત યુવતી ઘરના કામકાજમાં વ્યસ્ત હતી અને તેમના પતિ નોકરી પર ગયા હતા, જેથી તે ઘરે એકલાં હાજર હતાં.

તે દરમિયાન આશરે ચાલીસ વર્ષીય યુવાન પરિણીત યુવતીના ઘરે આવ્યો હતો ત્યારે યુવક યુવતીને કહેવા લાગ્યો કે તું સારી લાગે છે અને મારે તારા જેવી છોકરી સાથે લગ્ન કરવાં છે. આમ કહીને તેણે યુવતીનો હાથ પકડી લીધો હતો. તે જ દરમિયાન યુવકની નિયત યુવતી પર બગડી હતી અને જોતજોતમાં તેણે યુવતીને કિસ કરી લીધી. યુવકે યુવતીને કિસ કરી ત્યારે તે કહેતા હતો કે ડોક્ટરે મને સેક્સ નહીં કરીશ તો બીમાર પડીશ. આવું સાંભળીને પરિણીતા એકદમ ગભરાઈ ગઈ હતી.

જોકે યુવકના આવા વર્તનથી હેબતાઈને યુવતી તેને ધક્કો મારી બહાર ભાગી ગઈ હતી. યુવક પરિણીત યુવતીને કિસ કરીને ભાગી ગયો હતો. યુવતીએ આસપાસના લોકો જાણ કરી હતી.યુવતીએ તરત જ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વેજલપુર પોલીસે યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here