અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીને પ્રવાસીએ લાફો મારી દીધો

0
21

અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2માં ગઈકાલે મોડી રાતે કસ્ટમ અધિકારીએ ફ્લાઈટમાં આવેલા પ્રવાસીને હેન્ડ બેગ સ્કેન કરવાનું કહેતા તેણે અધિકારીને લાફો મારી દીધો હતો. આ મામલે એરપોર્ટ પોલીસે પ્રવાસીની ધરપકડ કરી છે.


અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓર કસ્ટમ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપ ભાટી ગઈકાલે મોડી રાતે એરપોર્ટ પર હાજર હતા. બે વાગ્યાની આસપાસ મહેશ તિલાણી (ઉ.વ.60, રહે. મણિનગર) આવતાં કુલદીપે તેને હેન્ડ બેગ સ્કેન કરવા કહ્યું હતું.

જેથી મહેશે ઉશ્કેરાઈ ગાળાગાળી કરી તું કોણ ચેક કરનારો કહી લાફો મારી દીધો હતો. જેના પગલે અન્ય અધિકારી દોડી આવ્યા હતા. પ્રવાસી મહેશને પકડી એરપોર્ટ પોલીસને સોંપી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here