Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : ઈમરજન્સીમાં આવતી ફાયરના કર્મીઓ માટે હવે 8 કલાકની ડ્યૂટી
Array

અમદાવાદ : ઈમરજન્સીમાં આવતી ફાયરના કર્મીઓ માટે હવે 8 કલાકની ડ્યૂટી

અમદાવાદઃ ઇમરજન્સી સેવામાં આવતી ફાયરબ્રિગ્રેડના ચાર ફાયરસ્ટેશનમાં પ્રાયોગિક ધોરણે ત્રણ શિફ્ટમાં કામ લેવાનું નક્કી કરાયું છે. જેથી દરેક કર્મચારી પાસે આઠ કલાક જ કામ લેવાનું રહેશે. જો કે પાછળથી આ સેવા ઇમરજન્સી હોવાથી કોઇપણ કર્મચારીને ફરજ પૂર્ણ થયા બાદ રજાની જરૂર પડે તો દાણાપીઠ કંટ્રોલરૂમ ખાતે રજા લખાવીને જવાની સૂચના જારી કરાઇ છે.

મણિનગર, ઓઢવ, શાહપુર તથા નવરંગપુરા ફાયર સ્ટેશનમાં ત્રણ શીફ્ટનો નિર્ણય ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તથા ચીફ ફાયર ઓફિસરે કર્યો છે. ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે, કર્મચારીઓનું કહેવું હતું કે, 8 કલાક ટ્રાયલ બેઝ પર કર્યું છે. પણ હાજર તો તેમને રહેવાનું જ છે. બોલાવીએ ત્યારે તેમણે કામ પર હાજર થઇ જવાનું રહેશે.

મણિનગર ફાયર સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારી મનહરદાન ગઢવીને સસ્પેન્ડ કરાયા છે. તેમની દીકરીના ગયા સપ્તાહમાં લગ્ન હતા ત્યારે વગર પરવાનગીએ મંડપ બાંધવા બદલ સસ્પેન્ડ કરાયા હોવાની ચર્ચા છે.

કોઇપણ કોલમાં ફાયરનો સ્ટાફ તાબડતોબ હાજર રહી શકે તે હેતુથી જ તેમને સ્ટેશન પર જ કવાર્ટસ આપવામાં આવે છે. આઠ કલાકની ડયૂટીને લઇને ભવિષ્યમાં કવાર્ટસનો ઇસ્યુ ઊભો થાય તો નવાઇ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments