Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ એરપોર્ટ પર અમિત શાહના સ્વાગત માટે આવેલા કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા
Array

અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહના સ્વાગત માટે આવેલા કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં રોડ શો યોજી ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવાના હોવાી ગઈકાલે તેઓ અમદાવાદ આવ્યા હતા. ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવાર જાહેર થયા બાદ અમિત શાહ પ્રથમ વખત અમદાવાદ આવ્યા હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરોને એરપોર્ટ પર હાજર રહેવા આદેશ અપાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ‘ચોકીદાર’ 10 જેટલા કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા હતા. દેવાંગ યાદવ, ગૌરવ પટેલ, લંશ પટેલ, ઉતપલ પટેલ, સાગર ચૌધરી સહિતના કાર્યકરોના પાકિટ ચોરાયા હતા. એક શખ્સે પાકિટ ચોરી કરનાર શખ્સની ઝડપી પોલીસને સોંપ્યો હતો. જેથી એરપોર્ટ પોલીસે રઈઝખાન પઠાણ (રહે. વટવા)ની ધરપકડ કરી હતી.

 

 અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments