અમદાવાદ : એરપોર્ટ પર નવી 3D લગેજ સ્કેનિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે,

0
43

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી દ્વારા લગેજ સ્કેનિંગ સિસ્ટમ અપગ્રેડ કરાઈ રહી છે. એરપોર્ટ પર કમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સરે (સીટીએક્સ) યુક્ત નવી ઇન લાઈન 3d બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ (આઈએલબીએસ) લગાવાઈ રહી છે. આ નવી સિસ્ટમની સાથે બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ અપગ્રેડ કરાશે. 31 કરોડના ખર્ચે ડોમેસ્ટિક ટર્મિનલ પર એક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર બે આઈએલબીએસ લગાવશે. ડોમેસ્ટિક ટર્મિનલ પર 31 જુલાઈ અને ઇન્ટરનેશલ પર 30 સપ્ટેમ્બર સુધીમાં આ નવી સિસ્મટ લગાવી દેવાશે.

નવી સ્ક્રીનીંગ સિસ્ટમ અંગે એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલે વધુમાં જણાવ્યું કે, નવી આઈએલબીએસ સિસ્ટમ દ્વારા લગેજ સ્કેન કરતા હાઈ રિજોલ્યુશન સાથે થ્રી ડાયમેન્શન (3ડી) ઇમેજ જોવા મળે છે. આ સિસ્ટમની સાથે એરપોર્ટ પર બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ (બીએચએસ) પણ અપગ્રેડ કરાશે. જેથી કન્વેયર બેલ્ટ દ્વારા આવતા તેમજ જતા લગેજનું ત્યાં જ ઝડપી સ્કેનિંગ થઈ જતાં પેસેન્જરોનો સમય બચશે. એરપોર્ટ પર 21.3 કરોડના ખર્ચે આઈએલબીએસ સિસ્ટમ તેમજ 8.75 કરોડના ખર્ચે બીએચએસ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવશે.