Tuesday, January 18, 2022
Homeઅમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મૂકાયાનો મેસેજ, સુરક્ષા કર્મીઓ સહિતની ટીમ એક્શનમાં
Array

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મૂકાયાનો મેસેજ, સુરક્ષા કર્મીઓ સહિતની ટીમ એક્શનમાં

અમદાવાદ:  અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. તો એરપોર્ટ પરના સુરક્ષા કર્મી સહિતની અન્ય ટીમો એક્શનમાં આવી ગઈ હતી.

દિલ્હી એર ઈન્ડિયાએ જાણ કરી

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને જાણ કરી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટીએ તત્કાળ એરપોર્ટ ખાલી કરાવાયું હતું.  બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમ કામે લગાડીને એરપોર્ટની સઘન તપાસ હાથ ધરાઈ છે.  અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો.
મુસાફરો હેરાન
2.બોમ્બના મેસેજના પગલે એરપોર્ટ પર હાજર મુસાફરોને હેરાનગતિ થઈ હતી. પોતાની નિયત ફ્લાઈટના સમયમાં ફેરફાર થતાં લોકોએ હાલાંકી ભોગવી રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular