Monday, January 24, 2022
Homeઅમદાવાદ એરપોર્ટ પર લેપટોપ સહિતનો સામાન બેગમાંથી કાઢ્યા વિના ચેકિંગ થઈ શકશે
Array

અમદાવાદ એરપોર્ટ પર લેપટોપ સહિતનો સામાન બેગમાંથી કાઢ્યા વિના ચેકિંગ થઈ શકશે

અમદાવાદઃ મુંબઈની જેમ હવે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ અતિ આધુનિક સ્કેનિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાશે. આ સ્કેનિંગ સિસ્ટમ કાર્યકરત થયા બાદ ચેકિંગ વખતે લેપટોપ, પાવર બેન્ક કે અન્ય વસ્તુઓ બેગમાંથી બહાર કાઢી ટ્રેમાં મુકી ચેકિંગની કષ્ટદાયક પ્રક્રિયામાંથી પસાર થવાનું બંધ થઈ જશે અને સમય પણ ખાસ્સો બચશે. એરપોર્ટ પર સૌથી કંટાળાજનક અને વધારે સમય લેતો ટાસ્ક સિક્યુરિટી ચેકિંગનો છે. જેમાં બેગમાંથી ગેજેટ્સ બહાર કઢાવી, તેનું અલગથી ચેકિંગ કરાવવું અને ફરીથી તેને બેગમાં મૂકવા સુધી એક લાંબી પ્રક્રિયા કરવાની ફરજ પડે છે. જો કે હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે.

આ જ પ્રકારની ટેકનોલોજીનું હાલ મુંબઇ એરપોર્ટ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવી સ્કેનિંગ ટેકનોલોજી માટે ખરીદી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. એક્સપર્ટના કહેવા મુજબ નવી ટેકનોલોજીથી સ્કેનિંગ કરવાનું વધુ સરળ બનશે. ઇલેકટ્રોનિકસ ઉપકરણોને બેગની અંદર જ ચેક કરી શકાશે. આથી બેગમાંથી બધી વસ્તુઓ બહાર કાઢવાની જરૂર નહીં રહે.
આ અંગે SVIP એરપોર્ટના ડિરેકટર મનોજ ગાંગલે કહ્યું કે, સ્કેનિંગની ઓટોમેટિક પ્રોસેસ માટે નવી ટેકનોલોજી સ્વીકારવાથી પેસેન્જરને મદદ મળે છે. અમે આ દિશામાં જ અમુક નિર્ણયો લઇ રહ્યા છીએ. જેને પગલે ફલાઇટમાં ટ્રાવેલ કરતા લોકોને ઘણો સમય બચશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular