અમદાવાદ: કારમાં ગૂંગળાઈને 5 વર્ષીય બાળકનું મોત

0
27

અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં કારમાં ગુંગળાઇ જતા એક બાળકના મોતની ઘટના સામે આવી છે. પાયલ પ્લાઝાની પાસે એક કારમાં ગુંગળામણના કારણે 5 વર્ષીય બાળકનુ મોત થયુ છે.

મળતી માહિતી મુજબ પાયલ પ્લાઝાના ગેટની બહાર છેલ્લા ઘણા સમયથી એક બિનવારસી હાલતમાં કાર પડી હતી. બિનવારસી હાલતમાં પડી રહેલી કારમાં બાળક ચડ્યુ હતુ. રમતા રમતા બાળક કારમાં ચડી જતા કારનો દરવાજો લોક થયો હતો. ત્યાર બાદ બાળક કારની અંદર ફસાયો હતો. કારમાં ગુંગળામણના કારણે બાળકનુ મોત થયું છે. અહીં છેલ્લા 15 દિવસથી એક કાર પડી રહી હતી. ઘણા દિવસોથી કાર પડી રહેલી હોવાથી પાંચ વર્ષનો અક્ષય રમત રમતમાં કારની અંદર ઘૂસી ગયો હતો. પણ અંદર જતાં જ કારનો દરવાજો લોક થઈ ગયો હતો.

જે બાદ કારની અંદર શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. ઘણો સમય થયો હોવા છતાં અક્ષય ઘરે ન આવતાં તેનાં માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પાયલ પ્લાઝા પાસે કારમાં અક્ષય દેખાતાં તેઓએ કારનો દરવાજો તોડીને અક્ષયને બહાર કાઢ્યો હતો. પણ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. તેઓ તાત્કાલિક અક્ષયને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પણ ડોક્ટરોએ અક્ષયને મૃત જાહેર કર્યો હતો.

નાના બાળક રમતાં હોય ત્યારે વાલીઓને કેટલું ધ્યાન રાખવું પડે તે બાબતનો આ પુરાવો છે. બાળક રમતાં રમતાં પોતાનો જીવ ગુમાવી શકે છે, એ વાતનું ધ્યાન બાળકને હોતું નથી. તેથી બાળક જ્યારે રમવા બહાર જતું હોય ત્યારે ઘરના વડીલોએ ખાસ તેમના પર ધ્યાન રાખવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here