અમદાવાદ : કિંજલ દવેના મોર્ફ ફોટો વાયરલ કરવાનો મામલો, મેટ્રોકોર્ટમાં આરોપી સાથે સમાધાન

0
69

અમદાવાદઃ ફેસબુક પર ગુજરાતી સિંગર કિંજલ દવેના મોર્ફ ફોટા પોસ્ટ કરવા મામલે આરોપી નિરજ મકવાણા અને કિંજલ દવે વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ મામલે આજે કિંજલ દવે મેટ્રો કોર્ટમાં જુબાની આપવા હાજર રહી હતી અને તેણીએ આરોપી સાથે સમાધાન કર્યું હતું. હવે આ મામલે મેટ્રો કોર્ટ ત્રીજી જૂને ચુકાદો આપશે.

ઓગસ્ટ 2017માં નિરજ મકવાણા નામના યુવાને ફોટો એડિટ કરીને પોતાની સાથે કિંજલ દવેના કેટલાક ફોટોઝ મુક્યા હતા. આ ફોટોઝમાં આરોપીએ કિંજલ સાથે લગ્ન કર્યા હોય એવો પણ એક ફોટો મુક્યો હતો. ત્યાર બાદ આ મોર્ફ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ અંગે કિંજલ દવેને જાણ થતા તેના પિતાએ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચે ફોટો વાયરલ કરાનારા નિરજ મકવાણાની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here