અમદાવાદ: કુખ્યાત આરોપી મહાશિવાલિંગમની થઇ ધરપકડ

0
68

જુહાપુરાનાં બિલ્ડર પાસે 1.25 કરોડ રૂપિયા ખંડણી માંગનાર આરોપી મહાશિવાલિંગની ક્રાઇમબ્રાંચ દ્રારા નારોલ-પીરાણા રોડ પર રિવોલ્વર સાથે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જાણો સમગ્ર ઘટનો ઘટનાક્રમ…

અબ્દુલ લતીફ અને અબ્દુલ વહાબ બાદ લાંબા સમયથી નિષ્ક્રિય અમદાવાદ અંડરવર્લ્ડ ફરી સક્રિય થયુ હોવાના એંધાણ મળી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર ગેંગસ્ટર દ્વારા એક્સટ્રોશનની ધમકી આપવામાં આવતા અંડરવર્લ્ડએ આળસ મરડી હોવાનું પ્રતિત થઇ રહ્યુ છે. ગેંગસ્ટરની ધમકીનાં પગલે ગભરૂ ગુજરાતી બિઝનેસમેનનાં જાણે ફફડાટ પેસી ગયો હોય તેમ અજંપો જોવા મળી રહ્યો છે.

અમદાવાદનાં જુહાપુરાનાં એક જાણીતા બિલ્ડરે એક કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. તેણે આ ફરીયાદ શિવા મહાલિંગમ દ્વારા સતત મળી રહેલી ધમકી બાદ નોંધાવી છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે કોઇ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગેંગસ્ટર મુશ્કેલીમાં મુકાતો હોય છે પરંતુ આ ઘટનામાં કઇક અલગ જ બન્યુ છે. અહી મુશ્કેલમાં ફરિયાદી પોતે આવી ગયો હોય તેમ પ્રતિત થઇ રહ્યુ છે. જુહાપુરાનાં બિલ્ડરે કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમ પર ફરિયાદ બાદ મુશ્કેલીમાં વધારો થયો છે. ગેંગસ્ટર શિવા મહાલિંગમે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ બિલ્ડર પાસે માંગવામાં આવેલી રકમને ત્રણ ગણી વધારીને 50 લાખ રૂપિયાથી 2 કરોડ કરી દીધી છે.

એક મહિના અગાઉ શિવા મહાલિંગમ દ્વારા જુહાપુરા વિસ્તારનાં પ્રખ્યાત બિલ્ડર ઇસ્માઇલ શેખ ઉર્ફે સજ્જો ને ફોન કરી 50 લાખની ખંડણી પહોચાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગેંગસ્ટર શિવાએ બિલ્ડરને પણ ધમકાવી કહ્યુ હતુ કે, જો 50 લાખની ખંડણી સમયસર નહિ આપે તો તેને અને તેના પરિવારને ગોળીઓથી છલ્લી કરી નાખશે. ગેંગસ્ટરની ધમકીનાં પગલે બિલ્ડરે વેજલપુર પોલીસમાં શિવા મહાલિંગમ સામે ફરીયાદ નોંધાવી હતી.

લાંબા સમય બાદ અમદાવાદમાં ગેંગસ્ટર વિરુદ્ધ એક્સ્ટોર્સનની ફરિયાદ નોંધાતા પોલીસ સફાળી જાગી હતી અને ફરી ઉગી નિકળેલ ગેંગને ઝેર કરવાની કોશિશમાં લાગી ગઇ હતી. પરંતુ આજ દિવસ સુધી કોઇ પણ કારણે શિવા મહાલિંગમ પોલીસની પકડથી બહાર છે. શિવા મહિલિંગમને લેશ માત્ર ડર ન હોય એમ ફરિયાદ બાદ એક્સ્ટોરસનની રકમ 50 લાખથી વધારી 2 કરોડ કરી દેવામાં આવી. ફરિયાદ બાદ શિવા મહાલિંગમનાં ફોનથી સમગ્ર વેપારી જગતમાં ડરનો માહોલ પેસી ગયો છે.

ગેંગ દ્વારા એક્સ્ટોરસનની ધમકી, ધમકી બાદ પોલીસ ફરિયાદ, ફરિયાદ પોલીસની પકડ બહાર ખુલેઆમ ફરતો ગેંગસ્ટર, પોલીસનાં ડરને ઘોળીને પી જતા ગેંગસ્ટર દ્વારા એક્સ્ટોરસનની રકમમાં ચાર ગણો વધારો અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. પોલીસ કેમ હજુ સુધી શિવા મહાલિંગને પકડી નથી શકી? શું સાચે જ શિવા મહાલિંગમને પોલીસનો કોઇ ડર નથી? શું પોલીસ ગુજરાતમાં ફરી સક્રિય થયેલ ગેંગને ઝેર કરી શકશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here