Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : કોંગ્રેસ CWCની બેઠક યોજાઈ, RSS અને ભાજપની ફાંસીવાદની વિચારધારાને પરાજીત...
Array

અમદાવાદ : કોંગ્રેસ CWCની બેઠક યોજાઈ, RSS અને ભાજપની ફાંસીવાદની વિચારધારાને પરાજીત કરવા ઠરાવ

અમદાવાદઃ 58 વર્ષ બાદ ગુજરાતમાં ભાવનગર બાદ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યા હતા. આ પહેલા તેમણે સરદાર પટેલને સુત્તરની આંટી પહેરાવાની સ્મરણાંજલિ આપી હતી. અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધ્વજ લહેરાવ્યો હતો. સરદાર સ્મારકમાં ખાતે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરએસએસ અને ભાજપના ફાંસીવાદની વિચારધારા, નફરત, ગુસ્સો અને વિભાજનવાદી વિચારધારાને પરાજીત કરવા માટે ઠરાવ કર્યો હતો.

CWCમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપતા કહ્યું કે, યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે ,’મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટી ગઇ છે.’

જ્યારે સોનિયા ગાંધીએ પીએમ મોદીની ઝાટકણી કાઢતા કહ્યું, ‘મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.’ નોંધનીય છે કે CWCની બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને થોડી જ વારમાં અડાલજ ખાતે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા વાડ્રા જનસભાને સંબોધિત કરશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments