અમદાવાદ : ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવાના બહાને ઠગાઇ, 18 મહિલા સહિત 26 પકડાયા

0
115

અમદાવાદઃ એસબીઆઈ બેન્કના નામે ફોન કરીને ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરી આપવાના બહાને છેતરપિંડી કરતા દિલ્હીના કોલ સેન્ટરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું હતું. શહેરીજનોને ફેક કોલ કરી ઠગાઈ કરતાં કુલ 18 યુવતી અને 8 યુવક સહિત 26 લોકોની ધરપકડ કરાઈ હતી.

ઈસનપુર વિસ્તારમાં રહેતા પિનાકીન અમીને સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ સેન્ટરમાંથી ફેક કોલ આવતા હતા અને પોતાનું ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરી આપવાની ખાતરી આપી પોઈન્ટ વટાવી આપવાની વાત કરી હતી.

આ બહાને પોતાના અસલ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લઈ જુદી જુદી રીતે રૂ. 51,628 પડાવી લીધા હતા. ફરિયાદ બાદ સાઇબર ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનને પગલે એક ટીમે દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાંથી એક કોલ સેન્ટરમાંથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાતા પોલીસે રેડ કરી 18 યુવતી સહિત કુલ 26ની ધરપકડ કરી હતી.

13 રાજ્યમાં ઠગાઈ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ અત્યારસુધીમાં ગુજરાત સહિત કુલ 13 રાજયોમાં નાગરિકોને પોતાની જાળમાં ફસાવવા માટે કુલ 3211 જેટલા કોલ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here