અમદાવાદ-ગાંધીનગર વચ્ચે STની 40 ઈ-બસ દોડશે, હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન બનશે

0
56

ગાંધીનગર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકાશે. હાલ કુલ 80 બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે જે પૈકી 50 ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થઇ શકે છે જેથી હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેક્ટ્રિક બસનો નિર્ણય લેવાયો છે. આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે. આ જ રીતે ઓલા, ઉબેર અને અન્ય સંચાલકો સાથે બેઠક યોજી તેમને પણ સિટી સર્વિસમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા જણાવાયું છે.

રાજ્ય સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટેનું માળખું તૈયાર કરવાનું વિચારી રહી છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરોમાં અને હાઇવે પર સ્ટેશનો ઊભા કરવાની સાથે બેટરી રિપ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here