Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ગાડીમાં બેસાડી ચોરી કરતા બે લોકોની પોલીસે કરી ધરપકડ  
Array

અમદાવાદ : ગાડીમાં બેસાડી ચોરી કરતા બે લોકોની પોલીસે કરી ધરપકડ  

અમદાવાદ: ધોળકા હાઈવે પર ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ કરતી ગેંગના બે લોકોની ધોળકા રૂરલ પોલીસે ધરપકડ કરી છે. ધોળકા પોલીસે બાતમીના આધારે આરોપીઓ સિકંદર મોહંમદ ઈરશાદ અંસારી (રહે. ૩૫/૩૬/૨૮ ચુન્નીલાલ દેવશંકરની ચાલી, પન્ના એસ્ટેટ, રખિયાલ ઉધ્યોગ વિસ્તાર, રખિયાલ, અમદાવાદ) અને ઉસ્માનશાહ ઈનુશશાહ શેખ (રહે.લાંબી દેરી, ભવાનીનગર વિસ્તાર હળવદ, મોરબી)ની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી સોનાના દાગીના તથા રોકડ 3000 કબ્જે કરી બાકીના આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

પાછળ બેસી કરતા હતા ચોરી
પેસેન્જરને લૂંટતી ગેંગ તેમની સાથે એક મહિલા રાખી હાઈવે રૂટ ઉપરથી પેસેન્જરો બેસાડી પેસેન્જરો પાસેનો સામાન ઈનોવા ગાડીની પાછળની સીટની ડેકીમાં મૂકાવી પેસેન્જરોને વચ્ચેની સીટમાં કે આગળની સીટમાં બેસાડી દે છે. મુસાફરી દરમિયાન પાછળની સીટમાં બેસેલ આરોપીઓ પેસેન્જરોનો સામાન ડેકીમાંથી પાછળની સીટમાં લઈ મહિલા આરોપી દ્વારા છાપાની આડાશ કરી સામાનમાંથી કિંમતી ચીજવસ્તુઓ તથા રોકડ રકમની ચોરી કરી પેસેન્જરોને તેમના ઉતરવાની જગ્યાએ ઉતારી અને પોતાની ગાડી લઈ જતા રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments