અમદાવાદ : ગુજરાતના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘને છ મહિનાનું એક્સટેન્શન નક્કી

0
35

અમદાવાદ: આજે(31 મે)ના ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વય નિવૃત્ત થઇ રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકારે જે.એન.સિંઘને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો લગભગ નિર્ણય લીધો છે. જે.એન.સિંઘને એક્સ્ટેન્શન મળતા તેમની પાછળના 4 આઇએએસ અધિકારીઓનું પ્રમોશન અટકી પડ્યું છે.

સિંઘના એક્સટેન્શનથી 4 IAS મુખ્ય સચિવ બનવાથી હાથવેંત દૂર રહ્યા
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરકારની ગૂડબુકમાં સ્થાન ધરાવતા જે.એન.સિંઘને હ મહિનાનું એકસ્ટેન્શન અપાવવા માટે રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી દીધી છે. આમ જે.એન.સિંઘના એક્સટેન્શનના છ મહિના દરમિયાન સુજીત ગુલાટી,પી. કે.ગેરા, સંજય પ્રસાદ અને જી.સી. મુર્મુ નિવૃત્ત થઈ જશે અને મુખ્ય સચિવ બનવાથી હાથવેંત દૂર રહી જશે.

સિંઘ એક્સટેન્શન બાદ નિવૃ્ત થાય તો મુકીમ અને અતનુ ચક્રવર્તી મુખ્ય સચિવ બની શકે
જે.એન.સિંઘ 6 મહિનાના એક્સટેન્શન બાદ નિવૃત્ત થાય તો હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા અનિલ મુકીમ અને અતનુ ચક્રવર્તી મુખ્ય સચિવ બની શકે છે. જો અતનુ ચક્રવર્તી અને મુકીમને મુખ્ય સચિવ ન બનાવવામાં આવે તો 1984ની બેચના અરવિંદ અગ્રવાલ, 1985ની બેચના પૂનમચંદ પરમાર અને 1986ની બેચના સંગીતાસિંઘ પણ મુખ્ય સચિવ બનવાની સ્પર્ધા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here