Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પાંચ લોકસભા સીટના EVM રાખ્યાં,
Array

અમદાવાદ : ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પાંચ લોકસભા સીટના EVM રાખ્યાં,

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. આ મતદાન સાથે જ કુલ 371 ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. જેને લઈ પાંચ લોકસભાના ઇવીએમ અને વિવિપેટને અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ(પૂર્વ), અમદાવાદ(પશ્ચિમ), ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા બેઠકનો સમાવેશ થાય છે.

23 મેના રોજ ગુજરાત કોલેજ અને પોલિટેકનિક ખાતે મતગણતરી

આજે સવારે અમદાવાદના કલેકટર ડો. વિક્રાંત પાંડેએ પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અંગેની ચકાસણી કરી હતી. હાલ સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. એક મહિના સુધી આ ઇવીએમ અને વિવિપેટ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. 23 મેના રોજ ગુજરાત કોલેજ અને પોલિટેકનિક ખાતે મતગણતરી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments