અમદાવાદ: : ગોતા વિસ્તારમાં ટયુશન કલાસીસ સંચાલકના ઘરમાંથી 144 દારૂની બોટલો મળી આવી

0
134

અમદાવાદ: ગોતામાં રહેતા અને ટયુશન કલાસીસ ચલાવતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે સંચાલકના ઘરમાંથી 144 દારૂની બોટલો જપ્ત કરી છે. આરોપીએ દારૂની બોટલો CRPFના જવાનો પાસેથી ખરીદી હતી અને આ દારૂ પણ આર્મીને જે આપવામાં આવે છે તે હોવાનું બહાર આવ્યું છે. અલગ અલગ જગ્યાએ હોમ ડીલીવરી આરોપી કરતો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગોતા વિસ્તારમાં આવેલા શ્લોક હોમસમાં રહેતા અને ટ્યુશન કલાસીસ ચલાવતા જીતેન રાજાણીના ઘરમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ઘરમાંથી 144 દારૂની બોટલો મળી આવી હતી. દારૂની બોટલો તપાસ કરતા સેલ ફોર ડિફેન્સ પર્સનલ ઓન્લી લખેલું જણાયું હતું. આરોપી જીતેનની પૂછપરછ કરતા CRPFમાં નોકરી કરતા ત્યાગી અને વિપુલ નામના માણસો પાસેથી આ દારૂ લાવ્યો હતો અને ઘરમાં રાખ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી MBAનો અભ્યાસ કરેલો છે અને પોતે ટ્યુશન કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here