Monday, September 20, 2021
Homeઅમદાવાદ : ગ્લોબલ ઇન્ટરનેશલ સ્કૂલની દાદાગીરી યથાવત,
Array

અમદાવાદ : ગ્લોબલ ઇન્ટરનેશલ સ્કૂલની દાદાગીરી યથાવત,

અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ શાળામાં 32 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના FRCના આદેશને ઘોળીને પી ગયા હતા. આજે સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાયો ન હતો. પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. FRC એ કરેલા હુકમ મુજબ આજે સવારે વાલીઓ બાળકોને શાળામાં મુકવા ગયા હતા.

એડમિશનનો ઈન્કાર: ગેટની અંદર લઈ લીધા બાદ સ્કૂલમાં પ્રવેશ બાળકોને આપ્યો ન હતો. વાલીઓની એડમિશન રદ થઈ ગયા હોવાથી પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. FRCના ચુકાદાને અવગણતી શાળા સામે વાલીઓમાં ભારે રોષ છે.

સ્કૂલ પાસે પ્રવેશ ન આપવા મુદ્દે લેખિત માગ: બાળકોનું ભણતર બગડી રહ્યું હોવા છતાં શાળામાં બાળકોને પ્રવેશ નહીં આપવા મક્કમ બની છે. વાલીઓએ સ્કૂલને પાસે FRCના હુકમને નહીં માની બાળકોને પ્રવેશ ન આપીએ તેવી લેખિતમાં માંગ કરી છે.

અન્ય વાલીઓને પણ પ્રવેશવા ન દીધા: સ્કૂલમાં ફી ભરવા આવેલા વાલીઓને પણ અંદર પ્રવેશવા દીધા ન હતા.બહારથી ચેક લખીને આપી દેવા માટે સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું.

સ્કૂલની ધમકી: 32 વિદ્યાર્થીઓને આજે પણ સ્કૂલે કાઢી મુક્યા હતા. ગ્લોબલની ખુલ્લી દાદાગીરી એટલી હદે વધી ગઈ હતી કે રજૂઆત કરવા ગયેલા વાલીઓને પણ પ્રિન્સિપાલે સંભળાવી દીધું હતું કે અમે FRCનું નહીં માનીએ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ માનીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments