અમદાવાદ : જજ ના બંગલામાંથી 40 મોંઘાદાટ નળ ની ચોરી

0
40

અમદાવાદ: હાલ જજિસ બંગલાઓના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ રિનોવેશનના કામ દરમિયાન એક બંગલામાંથી ચોર મોંઘાદાટ 40 નળ ચોરી ગયા હતા. ધોળે દિવસે 6 કલાકમાં જ ચોર નળ ચોરી જતાં જજિસ બંગલાની સિક્યુરિટી ઉપર અનેક સવાલ ઊભા થયા છે. શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં રહેતા રાજકરણ રામખેલાયન યાદવ પીડબલ્યુડીમાં ફરજ બજાવે છે.

છેલ્લા 3 મહિનાથી જજિસ બંગલાઓનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી રિનોવેશનનો કોન્ટ્રાક્ટ વૈભવ સુથારને આપવામાં આવ્યો હતો. તેમણે બંગલા નંબર – 29 નું રિનોવેશનનું કામ પૂરું કરી દીધું હતું અને હાલમાં બંગલા નંબર 14 અને 15 માં કામ ચાલી રહ્યું છે. શુક્રવારે વૈભવભાઇએ રાજકરણની ઓફિસે જઇને કહ્યું હતુ કે બંગલા નંબર-29માંથ ચોરો ઘૂસી આવ્યા હતા અને જનરલ ટોઇલેટ, વોશ બેસીન તેમજ અન્ય 5 રૂમની અંદરના બાથરુમમાંથી કુલ 40 નળ (કિંમત રૂ.40 હજાર) અને 1 જેક વાયર નળ (કિંમત રૂ.1 હજાર) ચોરી ગયા હતા.

આ ચોરી સવારે 10.30 વાગ્યાથી સાંજના 4.30 વાગ્યા સુધીમાં થઇ હતી. આ અંગે રાજકરણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ કરી રહેલા વસ્ત્રાપુરના પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, બંગલાની બહારના રોડ પરના સીસીટીવી ફુટેજના આધારે ચોરોને પકડવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here