Thursday, September 23, 2021
Homeઅમદાવાદ જતી ગુજરાત એક્સપ્રેસ બે સિગ્નલ તોડી કોસંબા સ્ટેશન પહોંચી ગઈ
Array

અમદાવાદ જતી ગુજરાત એક્સપ્રેસ બે સિગ્નલ તોડી કોસંબા સ્ટેશન પહોંચી ગઈ

સુરત: મુંબઈથી અમદાવાદ 1500 મુસાફરો સાથે જઇ રહેલી ગુજરાત એક્સપ્રેસ સિગ્નલ તોડી આગળ વધતા તંત્ર સતર્ક થઇ ગયું હતું અને ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશને 2 કલાક સુધી રોકી રાખવામાં આવી હતી.આ ઘટનામાં જવાબદાર લોકો પાઇલોટ (ડ્રાઈવર),મદદનીશ લોકો પાઇલોટ અને ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જયારે કિમ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને તપાસ પુરી ન થાય ત્યાં સુધી ડ્યુટી પરથી હટાવી દેવાયા હતા.

શનિવારે સવારે કિમ રેલવે સ્ટેશને 22953 ગુજરાત એક્સપ્રેસનો આવવાનો નિર્ધારિત સમય 10.48 વાગ્યાનો હતો પણ ટ્રેન સિગ્નલ તોડી કિમ રેલવે સ્ટેશને 10.45 વાગ્યે પહોંચી ગઈ અને ત્યાંથી સિગ્નલ તોડી 10.59 વાગ્યે કોસંબા પણ પહોંચી ગઈ હતી.રેલવે તંત્રએ આ બેદરકારી માટે લોકો પાઇલોટ વિકાસ સક્સેના,મદદનીશ લોકો પાઇલોટ સુજીત કુમાર અને ગાર્ડ પીઆર ચાકીને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કર્યાં હતા.કિમ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર એકે વર્ગીસને તપાસ પુરી ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફી આપી દીધી હતી.

1500થી વધુ મુસાફરો સાથે સિગ્નલ તોડી આગળ વધી રહેલી ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશને રોકવામાં આવ્યા બાદ લોકો પાઇલોટ વિકાસ સક્સેનાએ એવો ખુલાસો કર્યો હતો કે એની તબિયત લથડી પડતા ટ્રેન સિગ્નલ તોડી કોસંબા સુધી પહોંચી ગઈ હતી.

કોસંબા રેલવે સ્ટેશને ટ્રેનને 12.45 વાગ્યા સુધી રોકી રાખવામાં આવી હતી અને ભરૂચથી ચાલક સ્ટાફને બોલાવી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.ટ્રેનના લોકો પાઇલોટ વિકાસને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરા ડિવિઝનના પીઆરઓ ખેમરાજા મીણાએ જણાવ્યું હતું કે સિગ્નલના ડેન્જર પોઇન્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તાત્કાલિક પગલાં લેવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments