Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : જીએમડીસી ગ્રાઉન્ડમાં મોરારિ બાપુની વાણીમાં કસ્તુરબાના સ્મરણમાં રામકથાનો પ્રારંભ
Array

અમદાવાદ : જીએમડીસી ગ્રાઉન્ડમાં મોરારિ બાપુની વાણીમાં કસ્તુરબાના સ્મરણમાં રામકથાનો પ્રારંભ

અમદાવાદ: મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી નવજીવન સંસ્થા અને તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શનિવારથી પૂ. મોરારિ બાપુની વાણીમાં કસ્તુરબાના સ્મરણમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારિ બાપુએ માનસ નવજીવન રામકથાની શરૂઆતમાં ઉપસ્થિત ભાવિકોને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, ‘બા આપણને જન્મ આપે છે, બાપુ આપણને જીવન આપે છે, પણ બુદ્ધ પુરુષ નવજીવન આપે છે. આ કથામાં મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને કસ્તુરબા રાષ્ટ્રમાતા છે
ગાંધી બાપુએ આખા હિન્દુસ્તાનને જીવન આપ્યું છે. જીવનનાં મૂલ્યો આપ્યાં છે. જીવનના સૂત્રો આપ્યાં છે. ગાંધીજીએ દેશ અને વિશ્વને સત્ય અને અહિંસાની વાત કરીને જીવન આપ્યું છે. ગાંધીજી એક અવતાર છે. ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને કસ્તુરબા રાષ્ટ્રમાતા છે. એમની કુરબાની યાદ કરો. કસ્તુરબાના જીવનના દર્શન કરશો તો નવજીવન મળશે. આ કથાને હું માનસ નવજીવન કહીશ. આ કથા નવજીવન આપનારી બની રહેશે.’ કથામાં મહામંડલેશ્વર 1008
ભારતીબાપુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
પૂ. મોરારિ બાપુએ યુવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ‘મારા દેશના યુવાનો તમે મને નવ દિવસ આપો તો રામચરિત માનસ તમને નવજીવન આપશે. વર્ષમાં એકવાર વ્યાસપીઠને નવ દિવસ આપો, વ્યાસપીઠ તમને નવજીવન આપશે.’
માતૃભાષા દિવસને યાદ કરીને પૂ. મોરારિ બાપુએ નાગરિકોને આહ્વાન કરતા કહ્યું કે, તમારાં સંતાનોને ભલે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવો, પણ મહેરબાની કરીને ઘરમાં તો તેમની સાથે ગુજરાતીમાં જ વાતો કરો. આપણી ભાષાને આપણે પકડી રાખવાની છે.
મોરારિ બાપુએ વધુમાં કહ્યું કે, રાજપીઠના લોકો વ્યાસપીઠને મળવા આવતા હોય છે. મારી અંગત સલાહ છે કે, માતૃભાષા દિવસ હમણાં જ ગયો તો લોકોએ પોતાના ઘરમાં અંગ્રેજી ભાષાને ટાળીને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. વર્ષમાં એક વાર વ્યાસપીઠને નવ દિવસ આપો તો વ્યાસપીઠ તમને નવજીવન આપશે. આ કથાને હું માનસ નવજીવન કહીશ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments