અમદાવાદ: જીવરાજ પાર્કના કોમ્પલેક્સમાં ભીષણ આગ, ટ્યૂશન ક્લાસીસના 16 વિદ્યાર્થીને બચાવાયા

0
32

અમદાવાદ: જીવરાજ પાર્ક વિસ્તારના એક કોમ્પલેક્સમાં સવારે ભીષણ આગ લાગી છે. આગ લાગી તે સ્થળે ટ્યૂશન ક્લાસીસમાં 16 વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોમ્પલેક્સમાં સેન્થેટિક રૂ અને થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફાયર ફાયટર- એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે

આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની 6 ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાની કામગીરીમાં ફાયરમેન લાગી ગયા હતા. ઘટનાને પગલે 2 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી.

કોમ્પલેક્સમાં રહેણાંક વિસ્તાર પણ

જે કોમ્પલેક્સમાં આગ લાગી છે તેમાં રહેણાંક વિસ્તાર પણ છે અને કેટલાક લોકો તેમાં રહે છે. આગની ઘટનાને પગલે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here