Sunday, November 28, 2021
Homeઅમદાવાદ: તસ્કરોના નિશાને મેમનગર પોસ્ટ ઓફિસ, 13 સરકારી ફોનની ચોરી
Array

અમદાવાદ: તસ્કરોના નિશાને મેમનગર પોસ્ટ ઓફિસ, 13 સરકારી ફોનની ચોરી

અમદાવાદ: તસ્કરોએ છેલ્લા એક અઠવાડિયામાં તરખાટ મચાવ્યો છે. તસ્કરો દુકાનો, મકાનો અને ગોડાઉનમાં તો ચોરીઓ કરે છે, પરંતુ હવે તસ્કરોના નિશાને પોસ્ટ ઓફિસ આવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી મેમનગર પોસ્ટ ઓફિસમાં ત્રાટકીને તસ્કરોએ 13 મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

રવિવારે રજા અને ખંડેર જેવી જગ્યામાં પોસ્ટઓફિસનો લાભ ઉઠાવ્યો

વસ્ત્રાપુર બહુમાળી ભવન પાસે આવેલી મેમનગર પોસ્ટ ઓફિસમાં શનિવારે સાંજે કર્મચારીઓ કામ પૂરું કર્યા બાદ ઘરે ગયા હતા. દરમિયાન બીજા દિવસે રવિવારની રજા અને ખંડેર જેવી જગ્યામાં પોસ્ટ ઓફિસ હોવાનો લાભ લઈ તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તિજોરીમાં પોસ્ટમેનને આપવામાં આવેલા 13 જેટલા સરકારી ફોન ચોરી લીધા હતા. સોમવારે સવારે તેઓ પોસ્ટઓફિસ ગયા ત્યારે ચોરીની જાણ થઈ હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments