Friday, September 13, 2024
Homeઅમદાવાદઅમદાવાદ : દરિયાપુરમાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 શકુનીઓ ઝડપાયા

અમદાવાદ : દરિયાપુરમાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 શકુનીઓ ઝડપાયા

- Advertisement -

રાજ્યમાં જુગારનું વધતા જતા દુષણને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી વધુ એક મોટા જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન ચલાવીને 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે, આ તમામ જુગારીઓ એક જીમખાનામાં ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે શહેરના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 જુગારીઓને રંગે હાથ જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ખાસ વાત છે કે, આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે મનપસંદ જીમખાનમાંથી જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા, આ પહેલા પણ જીમખાનામાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ ચૂકી છે.

મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 1 મહિનામાં 2 મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular