અમદાવાદ : દલિતોના વરઘોડાના વિરોધનો મામલો, મેવાણીની ચક્કાજામની ચિમકી, 18મીએ દલિત સંમેલન

0
14

અમદાવાદઃ મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના થઈ રહેલા વિરોધ તેમજ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન મેવાણી એ કહ્યું કે, આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટનાઓ છે, આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિત મિત્ર બન્યા નથી.


મુખ્યમંત્રીએ કોઈ અપીલ ન કરી. વરઘોડાની ઘટનાઓ બની તો એક પણ મંત્રી, મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો નોંધવામાં આવે.
તેમજ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કર્યા નથી. Dysp સામે ફરિયાદ માટે ખભીંસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા થાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. 18 અને 22મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન થશે

જ્યારે દલિત આગેવાન માર્ટિન મેકવાને કહ્યું કે,પાંચેય ગામમાં પહેલી વાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે ન કાઢવા દીધો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યો હતો.
મેવાણીની માંગ
1-Dysp ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરી ગુનો નોંધવામાં આવે

2-પાંચ ગામમાં બનાવ બન્યા ત્યાંના એસપીને જાણ હતી છતાં કેમ પગલાં ન લીધા માટે તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે

3-પાંચ ગામમાં રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી સહિતના લોકો જાય અને મુલાકાત કરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here