અમદાવાદ : દહેજની માંગથી ત્રાસી પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ આપઘાત કરી લીધો

0
40

અમદાવાદઃ શહેરના માધુપુરા પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલના પત્નીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતકના પતિ ઉપેન્દ્રસિંહ ચાવડા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પતિએ દહેજ માટે રૂ.8 લાખની માંગ કરી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ વિરુધ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે પ્રેરિત કરવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ચાવડા અને મૃતક પાયલના લગ્ન થયા હતા. માધુપુરા પોલીસ લાઈનમાં ઘરે જ પાયલે સાડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિ ઉપેન્દ્રસિંહ ઘરે હાજર હતા અને તેઓએ જ રુમનો દરવાજો તોડ્યો હતો. માધવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે તેમની બહેનને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને 8 લાખ રુપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. જો કે સમગ્ર આક્ષેપ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here