Monday, October 18, 2021
Homeઅમદાવાદ દેશનું એકમાત્ર શહેર જેમાં AMTS, BRTS અને હવે મેટ્રો પણ...
Array

અમદાવાદ દેશનું એકમાત્ર શહેર જેમાં AMTS, BRTS અને હવે મેટ્રો પણ…

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવા પ્રથમવાર 2005માં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક ચઢાવ ઉતાર જોયા બાદ આખરે શહેરમાં મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયું છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ-1માં ઇસ્ટ વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાને ઉમંગ સ્કૂલના બહેરા મુંગા બાળકો સાથે વસ્ત્રાલ ગામથી િનરાંત ચોકડી સુધી ટ્રેનની મુસાફરી પણ કરી હતી. વડાપ્રધાને કરેલા લોકાર્પણ બાદ બુધવારથી આ ટ્રેન લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

ફ્રી ટિકિટ પાસ તો લેવા જ પડશે
*બુધવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તમામ લોકો આ વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રોની મુસાફરીનો લાભ મેળવી શકશે.
*હાલમાં એક જ ટ્રેન શરૂ કરવામાં આવી હોવાથી લોકોને દર 45 મિનિટે ટ્રેનની સુવિધા મળશે.
*જો કે હાલમાં 9 દિવસ સુધી ફ્રી મુસાફરી હોવા છતાં લોકોને ફ્રી ટિકિટ પાસ તો લેવા જ પડશે. તો જ તેઓ પ્લેટફોર્મ પર પહોંચી શકશે. ટિકિટ નહીં લેનારને પ્ટેલફોર્મ સુધી જવા નહીં મળે.
*15 તારીખ સુધીમાં બીજી ટ્રેન પણ તૈયાર થયા બાદ તેને સંચાલનમાં મુકવામાં આવતા લોકોને દર 20 મિનિટે ટ્રેન મળી રહેશે.પછી ફ્રી મુસાફરીનો લાભ આપવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
અઢી કિ.મી. સુધી 5 અને 7.5 કિમી. સુધી 10 રૂપિયા
ગુજરાત મેટ્રો ટ્રેન કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, શહેરીજનોને પોસાય તેવું ભાડું રાખવામાં આવશે. હાલના તબક્કે 2.5 કિલોમીટર સુધીનું ભાડું 5 રૂપિયા અને 2.5 કિલોમીટરથી 7.5 કિલોમીટર સુધીનું ભાડું 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી મેટ્રો શરૂ થશે ત્યારે તેનું  ભાડું 25 રૂપિયા વસૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ દરખાસ્ત છે, ભાડું હવે નક્કી થશે.
ત્રણેય ટ્રાન્સપોર્ટેશન ધરાવતું અમદાવાદ એકમાત્ર શહેર
અમદાવાદ એકમાત્ર એવું શહેર બન્યું છે કે, જેની પાસે સિટી બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), રેપિડ બસ ટ્રાન્સપોર્ટ (BRTS) તથા મેટ્રો રેલ  (રેલ માસ ટ્રાન્ઝિટ) એમ ત્રણ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેવું ટ્વિટર પર અર્બનવોઇસ નામના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયું હતું. આ ટ્વિટને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે પણ તેને રિટ્વિટ કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments