અમદાવાદ : દેશમાં દર વર્ષે 86 લાખ નવા લોન ખાતાં મહિલાઓના નામે, મહિલાઓની લોન ડિમાન્ડ 3 વર્ષમાં 48% વધી

0
33

અમદાવાદઃ મહિલા લોનધારકો દ્વારા થતી લોન્સની અરજીમાં વર્ષ 2015થી વર્ષ 2018નાં સમયગાળા વચ્ચે 48 ટકાની વૃદ્ધિ  નોંધાઇ છે. તેની સામે પુરુષ કન્ઝ્યુમર્સ દ્વારા લોન્સની અરજીમાં 35 ટકાની જ વૃદ્ધિ જોવા મળી છે. દર વર્ષે મહિલા ઋણધારકોનાં 86 લાખ નવા એકાઉન્ટ ખૂલી રહ્યાં છે અને એમાંથી 66 ટકા મહિલાઓ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ પાંચ રાજ્યોની છે. મહિલાઓની લોન ડિમાન્ડ 48 ટકા વધી છે.

પુરુષો કરતાં મહિલાઓની લોન અરજી 13 ટકા વધુ છે તેવી જ રીતે 38 ટકા મહિલા સમયસર લોન ભરે છે તેવું સરવેમાં જણાવ્યું છે. રસપ્રદ બાબત એ છે કે, પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે ઉંમરની સાથે મહિલાઓમાં નાણાકીય સમજણ અને સરેરાશ CIBIL સ્કોરમાં વધારો થાય છે.

ગોલ્ડ લોનમાં 13 ટકા ઘટાડો, પણ એકાઉન્ટની સંખ્યા સૌથી વધુ
આ અભ્યાસમાં છેલ્લાં ચાર વર્ષમાં મહિલાઓએ લીધેલી વિવિધ પ્રકારની લોન વિશે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. ગોલ્ડ લોન (અથવા ગોલ્ડ સામે લોન) હજુ પણ 5.64 કરોડ એકાઉન્ટ સાથે સૌથી વધારે છે, છતાં આ પ્રકારની લોનમાં 13 ટકા સુધીનો ઘટાડો થયો છે. ગોલ્ડ લોન પછી મહિલાઓ સૌથી વધુ બિઝનેસ લોન લે છે. જોકે વર્ષ 2017 અને 2018 વચ્ચે કન્ઝ્યુમર લોન્સ, પર્સનલ લોન્સ અને ટૂ વ્હીલર લોન્સ માટે મહિલાઓની માગમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 31 ટકા, 19 ટકા અને 14 ટકાનો વધારો થયો છે.
નોકરિયાત મહિલાઓની લોન વધી
ઉત્પાદનો અને સેવાઓને કસ્ટમાઇઝ કરવાથી મહિલાઓ દ્વારા ધિરાણમાં વધારે માંગ અને વધારે ઉપાડ જોવા મળ્યો છે. ટિઅર 1 અને 2 બજારોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં ઉપયોગમાં વધારો તથા નોકરિયાત મહિલાઓની સંખ્યામાં વધારો થશે. – હર્ષલા ચંદોરકર, COO, ટ્રાન્સયુનિયન CIBIL
રાજ્યવાર મહિલાઓની લોન્સનું પ્રમાણ
રાજ્ય ટકા
તામિલનાડુ 27
કેરળ 13
આંધ્રપ્રદેશ 10
મહારાષ્ટ્ર 9
કર્ણાટક 7
ગુજરાત 3
અન્ય 34

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here