Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : નરોડા માં IPL નો સટ્ટો રમાડતાં ચાર મિત્રો ની ધરપકડ
Array

અમદાવાદ : નરોડા માં IPL નો સટ્ટો રમાડતાં ચાર મિત્રો ની ધરપકડ

અમદાવાદઃ નરોડા વિસ્તારમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતાં ચાર બુકીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ચારેય મિત્રોએ ભાગીદારીમાં સટ્ટો રમાડવાનું શરૂ કર્યું હતું. પોલીસે સાત મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ કબ્જે કરી બે વોન્ટેડ આરોપીની તપાસ શરૂ કરી છે.

આઈપીએલની ચેન્નાઈ અને દિલ્લી વચ્ચે ગઈકાલે રમાયેલી મેચ પર સટ્ટો રમાતો હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે નરોડા વિઠ્ઠલ કોમ્પ્લેક્સમાં રેડ કરી દર્શન ગામી (રહે. નિકોલ), યોગેશ મેવાડા (રહે. નરોડા), નીરવ પીપળીયા (રહે. નિકોલ) અને નયન ગોંડલીયા (રહે. નિકોલ)ની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ ભાગીદારી સટ્ટો રમાડતાં હતા. જેમાં ત્રણ આરોપીઓ એક જ ફ્લેટમાં રહે છે. ચિંતન અને મોન્ટુ નામના શખ્સ પાસે સટ્ટો કપાવતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments